ઈતિહાસ

ઈતિહાસ

ગામ- નેકનામ તા. ટંકારા જિ. રાજકોટ સ્થળ: નેકનામ, ચુકામે ગામની પૂર્વ દિશા તરફ, દેત્રોજા ભીમજી કાનજીભાઈ ના પ્લોટ માં કુલ ૧૩ હારબંધ ખાંભી છે જેમાં ઉત્તર દિશાથી ૬ મી ખાંભી આપણા દાદાની છે.

ગ્રામ: વિરવાવ તા. ટંકારા જિ. રાજકોટ સ્થળ ગામથી ઉત્તર દિશા તરફ ફુલવાડી વોકળાનાં કાંઠે જાડેજા કનકસિંહભાઈનાં વાડાની બાજુમાં દાદાની ખાંભી છે.

ગામ: નાના ખીજડીયા તા. ટંકારા જિ. રાજકોટ સ્થળ: ગામમાં શ્રી રામજી મંદિર વાળી શેરીમાં બારૈયા હરજીભાઈ ઉકાભાઈ નાં મકાનમાં જમણી અને શ્રીફળ બદલવામાં આવે છે. અને હાલમાં હરજી બાપા સેવા પૂજા સંભાળે છે.

સુરાપૂરા દાદા (ખોડાબાપા) નો ઈતિહાસ

                   વિક્રમ સંવત ૧૬૪૦માં ખોડાભાના પિતા સવાભા તથા માતા-પિતા-લાદકીકીબા ગામ વિરવાવ, સવાભાનો ખોખા તે ખોડાભા વિરવાવથી રાજકોટ લગ્નનું હટાણું કરવા ગ્યાતા પાંચેક લગ્નનું હટાણુ હતું ચાર જણા હટાણું કરવા ગ્યા ત્યારે હટાણુ કરીને પાછા આવતા ચોર ભેટ્યા કોઠારીયાના ઓતરાદે સીમાડે તથા નેકનામના દખણાદે સીમાડે ચોરને ભાળીને ખોડાભાના સાથીઓ જીવ બચાવવા ગાડા મેલીને ભાગ્યા પણ બહાદુર અને નીડર એવા ખોડાભા એ ચોરને પડકાર્યા હિંમત પૂર્વક બહાદુરીથી ચોરનો સામનો કર્યો લુટારાઓ જુથમાં હતા. બહાદુરી પૂર્વક પ્રતીકાર કરી ધીંગાણુ કર્યુ ત્યારે ઘીંગાણામાં ખોડા ભા ધવાયા ને વિરગતિ પામ્યા તેની સહાદતની સાક્ષી પૂરતી ખાંભી પ્રથમ સખપર મુકામે નેકનામ થી કોઠારીયા જતા મારગની આથમણે છે. સીમાડો બે ગામનો ભેગો છે. વોકળાથી દક્ષીણે નાળાવ છે. બીજો પાળીયો ગામ નેકનામ થી ઉગમણો રાવલની ફુલવાડી પાસે ઓત્રાદો છે. પાળીયા ભેગા છે. તે પાળીયાની લાઇનથી દખણાદો પાળીયો કેડેથી પાતળો છે. ત્રીજો પાળીયો વીરવાવના ઝાપાથી ઓત્રાદો છે. તે પાળીયાની લાઇનમાં આથમણા ભાગમાં ઉગમણે મોઢે છે. દિકરાની વહુ આવે તે દિ પગે લાગવા જાય સીંદોર નાળીયેર-૧ વધેરવું, કાળી ચૌદસે ત્રણે ઠેકાણે સીંદોર ચડાવવું, નાળીયેર ત્રણ વધેરવા ખોડાભાનું માથુ પડયુ તથા ધડ પડયું અને અગ્નિસંસ્કાર કર્યા ત્યા આમ ત્રણ ઠેકાણે ખોડાભાની સ્મૃતિરૂપે ખાંભી નાખેલ છે. અને ચોથુ સ્થાન નાના ખીજડીયામાં પટેલ હરજી ઉકાના ઘરે ખોડાભાની સ્મૃતિરૂપે જમણી નાળીયેર બદલાવવામાં આવે છે. ત્યા પણ બારૈયા પરિવારની છેડાછેડી છોડવામાં આવે છે. અને નૈવેદ પણ કરવામાં આવે છે.

બારૈયા કુળનો ભવ્ય ઈતિહાસ

                   વિક્રમના બીજા સૈકામાં પોમાત કડવા પટેલો ગુજરાતમાં વસવાટ કર્યો ઉતર ગુજરાતમાં વ્રજપાળ મહારાજા ની છત્રછાયામાં ઉમાનગર(હાલનું ઉંઝા) ની સ્થાપના કરી વિક્રમ સંવત ૨૧૨માં માતા ઉમિયાજીની સ્થાપના કરી ઉમાનગરમાં વસવાટ કર્યો ઉમાનગરમાં સ્થિર થઇ ઉતરોતર પ્રગતિના સોપાન સર કર્યા જેની શાખ પૂરતો પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે વિક્રમ સંવત ૨૨૯માં પાંચ હાસજીદાએ કાશીનો સંઘ કાઢયો કુટુંબને કાશીની જાત્રા કરાવી કાશીમાં મહાદેવ વૈજનાથ નું ડેરૂ સમાર્યુ. ઘેર આવી ગંગા પૂજન કર્યુ ત્યારે પોતાના ગોર ધનેસરના દિકરા હિરાને જનોઈ દીધી ગોરાણીને પંચવસ્ત્ર દાન કર્યા ત્યારે પોતાના પોતાના ગોર ધનેસરને જમીન વીધા ૧૭ આપી ઉનાવાની વાટે જમણા હાથ ઉપર તે બારોટના ચોપડે લખાવીબારોટ અભેસંગને ઘોડાજોડ બંધ,કંઠી હેમની,મોતી ૧૧ હેમના,ભેંસ દુજણી આપી,આથી ગામ ઉમાનગરનીવસ્તીને આ પ્રસંગથી ખ્યાલ આવે છે કે એ વખતે કુટુંબ પ્રગતિના શીખર સર કરી ઘણીજ આબાદ સ્થિતિ હતી.ઘણાજ વર્ષો ઉમાનગરમાં રહ્યા ત્યારે વિક્રમ સંવત ૧૦૧૭માં ઉમાનગરમાં પાટીની વહેંચણી કરતા (જમીનની) વાટાની જમીન સારૂ કજીયો થયો બોલવું પડયુ, ત્યારે પાટી બાવનનાં તથા રજપૂત જાદવે મળી દગો કર્યો પરજૂદાને વાટા માં બોલાવી વાટામાં માર્યો તેમના પાછળ રાજકુંવરબાં સતી થયા સતી પાછળ જારનું ગાડુ એક ખેરાત કર્યુ સોના રૂપાનાં ફુલ ઉછાળી મસાણનાં મુંજડી દોવરાવી ગોર આદીતરામને ખેતર વિદ્યા ૯ આપી સતીની ડેરી ગામથી ઓતરમાં કરાવી ત્યારે પરજુદાનાં દિકરા વીરમદાએ ગોધાળે પાળીને પાટણના ધણીને ભેટો કર્યો સોલંકી રાજાને પોતાના બાપના વેરની વાત કરી અને ફોજના માણસોની માંગણી કરી અને તે લઈને ઉમાનગર ના જાદવ ૧૩ માર્યા તથા માડલોત ચંચાટ, રૂસાત, મોટલાત માર્યા બીજા પાટી પરના મળી દંડ ૪૦૦૦/- નો આપી સલાહ કરી પટેલ વિરમદા ફોજ પાટણ મેલવા ગયા ત્યારે ગામ ૧૧ ની પટલાઇ આપી પાઘડી બંધાવી, કટાર બંધાવી પછી ઘેર આવી પોતાની પાટી સમૂળગી લઇ ને ઉમાનગરથી નીકળીને ગામકરજેસણ આવી વસ્યા ધરથાળ કરાવી ઠરીઠામ થયા ત્યારે ગામમાં કુવો કરાવ્યો મહાદેવ નીલકંઠ બેસાડયા અને ગામના જાપામાં અવાડા બંધાવી ઘી ભરી ગાયોને પાયુ તથા ગામ ધુમાડા બંધ દિવસ ત્રણ સુધી જમાડયુ કડવી નાત જમાડી ત્યારે ધી ૫૦૦ મણ વાપર્યુ અને ગામ કરજેસણ વસ્યા ગામ કરેજેસ વસી ૫ સાતીદાએ સંવત ૧૦૭૨ માં દ્રારકાની જાત્રા કરી ગોમતી જાયા રણછોડજીને વાઘા સાચા પહેરાવી પૂજારી ગુગલી બ્રાહ્મણને સોનામહોર ૨૫ આપી ઘેર આવી એકાદશી ઉજવી નાત મેળોકર્યો,ગામ ધુમાડાબંધ બે દિવસ સુધી જમ્યુ ત્યારે ધી ૪૦૦ મણ વાપર્યું નાતમાં પીતળની થાળીની લ્હાણી કરી ગામ કજેસણમાં સં ૧૧૩૧માં સિપાઇ સાથે વઢવાણ થતા સીપાઇ ને મારીને કરજેસણથી સં ૧૧૩૧માં ગામ બારેજા વસતા ત્યાથી પોમાતમાંથી બારેજા ગામ ઉપરથી બારૈયા પડી બારેજામાં સુખ-શાંતિ પ્રિય નિડર પટેલો રહેવા લાગ્યા ઘણી પેઢી ગામ બારેજા રહ્યા ત્યારે વિક્ર સંવત ૧૫૨૯ માં ગામ ગોરાઇયા વસ્યા હનુમાનની દેરી કરાવી બ્રાહ્મણની ચોરાસી કરી ગામ ધુમાડા બંધ જમાડી ધી મણ ૨૦૦ વાપર્યુ ગામ ગોરાઇયાથી વિક્રમ સંવત ૧૬૦૨માં હાલારમાં બોડી-ઘોડી વસ્યા શિવની દેરી કરાવી નાત મેળો કર્યો. ત્યાથી સિક્રમ સંવત ૧૬૧૯માં ધ્રોલના દરબારની પાઘડી બાંધી ગામ વિરવાવ વસ્યા

                   વિક્રમ સંવત ૧૯૦૫ માં પટેલ મુળજીના દિકરા ભીમાએ હજામચોરા વસ્યા. જાડેજા રણમલજી મોટાજી ની વાટમાં કામદાર પનામેતાના કામદાર પણામાં ગઢવી કસળાની વાટમાં હજામચોરે વસ્યા વિક્રમ સંવત ૧૯૨૫ના ચૈત્ર સુદ- ૨ ને સોમવારે પટેલ મૂળજીભાઇ લાલજીભાઇએ પરસાળ(ચોરો) કરાવ્યો

                   પટેલ મુળજીના દિકરા ભીમાએ સર્વે ભાઇઓએ મળીને કરાવ્યો રણછોડજી, રાધાકૃષ્ણ પધરાવ્યા પરસાળ ઓતરાદાબારના કરાવ્યો, હનુમાનજી પધરાવ્યા, મહાદેવજી પધરાવ્યા ભીમાએ પોતાના નામ સાથે ભીમનાથ મહાદેવ પધરાવ્યા પરસાળથી મહાદેવ ઓતરાદા છે. હનુમાનજી પરસાળ સામા છે મૂર્તિઓ પધરાવી નાતમેળો કર્યો ત્યારે ઘી ૪૧ મણ વાપર્યુ હજામચોરામાં જાડેજા રણમલજી, કામદાર જેઠા ડોસા, વલમ ગઢવી ગામેથી મેતા ભરવાડ કરશન, શાહ પાનાચંદ, જાડેજા રણમલજીના કુંવર પરતાપ સંગ વગેરે ની સાખમાં ખેતર ૧ દિવેલીયું વિઘા ૧૫ આપ્યું ગામથી દખણાદુ ગરેડીયાના મારગથી જાતા જમણે હાથે હજામચોરાને સેઢે છે. જે ઠાકોર રણમલજીનું આપેલું છે. સાધુ માધવદાસ ને કૃષ્ણા અર્પણ ચોરા પાછળ છે.

                   વિરવાવથી બારૈયા પરિવાર અલગ પડયા એક પાંખી હજામચોરા વસ્યા બીજા સખપર વસ્યા બીજી પાંખી નાના ખીજડીયા અને વાઘગઢ વગેરે ગામમાં વસે છે.

                   ઉપરોક્ત માહિતિ આપણા પરિવારના વડીલબંધુએ આપણા બારોટના ચોપડામાં સંગ્રહિત થયેલ લખાયેલ પૂરાવા સાથે સંબંધ ધરાવતી આ માહિતિ

                   આ બારૈયા પરિવારનો ઇતિહાસ એકત્ર કરી આપાણા પરિવારને અર્પણ કરેલ છે. જે બદલ ધન્યવાદને પાત્ર છે.

મુખ્ય બારોટનું સરનામું

બારોટ મણીલાલ ગોપાલજી

મુ. સિધ્ધપુર

ભાટવાડો હિંગળાજ મંદિર પાસે,

તા. સિધ્ધપુર જી.પાટણ

વહીવટ કર્તા બારોટનાં સરનામા

(૧) બારોટ સબળસંગ રાયસંગ

મુ. અમદાવાદ ઠે. ગીતા એપાર્ટમેન્ટ,બ્લોક નં. ૨૭,

ઘર નં. ૩૯૧, બાલકૃષ્ણ મંદિર પાસે, રાણીપ અમદાવાદ

(૨) ચંદુભાઈ એન. બારોટ

મુ. રાજકોટ

વેજાગામ રોડ, ખોડિયાર મંદિર, રૈયા રાજકોટ